પામ્યો રે પ્રવેશ રે જીવ તો જ્યાં, અજાણ્યા એવાં રે આ જગમાં
છે અજાણ્યો રે એ, આવ્યો એ ક્યાંથી, છે અજાણ્યો જગમાં એ સહુનાથી
રહ્યો બનાવતો ને લેતો, સાથને સાથીદારો, કંઈકને પ્યારથી, કંઈકને સ્વાર્થથી
રહ્યો કરતો પ્રવાસ એ જગમાં, રહ્યો નિત્ય બનીને તો પ્રવાસી
કરી ના શક્યો નક્કી જ્યાં મંઝિલ, દૂર રહી મંઝિલ તો ત્યાં એનાથી
રહ્યો જ્યાં પ્રવાસ ચાલુ ને ચાલુ, રહ્યો બદલાતો એ સાથને સાથી
રહ્યો વેડફતો ને વેડફતો સમય એ, હોય જાણે જગનો નિત્ય વાસી
કદી આવ્યા વિચારો એને, જવાનો એ ક્યાં ને આવ્યો એ ક્યાંથી
રહ્યો મૂંઝાતોને મૂંઝાતો એ જીવનમાં, થઈ ના ઊતરની એને જ્યાં ખાત્રી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)