રે મારા મનનો રે મોરલો રે, છે ખૂબ એ નાચંતો ને ગરબડિયો
રહે ના એ તો શાંત, રહેવા ના દે શાંત, મને રે એ તો
ચરવા જાય રે એ તો બધે, ફરે એ તો બધે, છે એ તો ખૂબ ફરતો
એના ટહુકેને ટહુકે, રહ્યો છે રે મને રે એ તો ખૂબ નચાવતો
સમજાવ્યો એ તો કદી સમજે ના, એને મનાવ્યો ઘણો તો એ માને ના
જ્યાં ત્યાં એ તો ખૂબ ફરતો, અને છે એ તો ખૂબ ચરતો
છોડે ના તાન એ તો એની, એના તાનમાં ને તાનમાં રહે ખૂબ નાચંતો
કહે મને એ તો કાંઈ, લઈ જાય ક્યાંય ને ક્યાંય, ક્યાંય ને ક્યાંય પહોંચાડી દે તને
થવા ના દે કોઈ કામ એ તો ધાર્યું મારું, ધાર્યું એનું એ તો કરતો
ના કદી એ તો થાકતો, રહે સદા મને એ તો થકાવતોને થકાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)