Hymn No. 511 | Date: 28-Aug-1986
|
|
Text Size |
 |
 |
હૈયાની વાત મારે કોને જઈને કહેવી, હૈયાનું દુઃખ કોની પાસે રડવું ના સમજાયું હૈયામાં જ્રી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું ખોટા પણ ધરે જ્યાં વેશ સાચના, મુશ્કેલ બન્યું છે સાચને પારખવું ના સમજાયું હૈયામાં જરી કે, કોણ છે મારું, કે કોણ છે પરાયું દર્દ હૈયામાં જાગ્યું, ના સમજાયું કે પ્રેમથી જાગ્યું, કે અહંમાં ઘવાયું હૈયું બંધનથી જ્યાં બંધાયું, ના સમજાયું કે પ્રેમથી કે કામથી બંધાયું ના હૈયામાં સમજાયું જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું હૈયામાં રુદન ભરાયું, ના સમજાયું કે વિરહમાં કે નિરાશાથી ઘવાયું હૈયું મેળવવા નાચ્યું, ના સમજાયું કે જરૂરિયાતે જાગ્યું કે લાલચે લપટાયું ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું હૈયું કામકાજ ભૂલ્યું, ના સમજાયું કે પ્રેમમાં પાગલ બન્યું કે આળસે ઘેરાયું ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું હૈયામાં રૂદન છલકાયું ના સમજાયું કે દુઃખ ઊભરાયું કે આનંદે છલકાયું ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું કે કોણ છે પરાયું હૈયામાં `મા' નું મુખ દેખાયું, ના સમજાયું કે હૈયું `મા' ની કૃપા પામ્યું ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|