`મા’ ને નીરખવા, હલચલ મચી હૈયામાં
ઓસડ ન મળ્યું એનું ક્યાંય
દ્વારે દ્વારે હું તો ભટકી વળ્યો
એના દર્શન તોય ક્યાંય નવ થાય
શોધ એની હું તો કરતો ગયો
ચેન ન પડે મુજને ક્યાંય
થાકી થાકી હું તો બેસી ગયો
હૈયામાં, નિરાશા બહુ છવાઈ
જગ હું તો બધું ફરી વળ્યો
સૂરત એના જેવી ન મળી ક્યાંય
એક ને એક દિન દેખાશે એ તો જરૂર
ઊંડે ઊંડે દિલમાં સદા એમ થાય
કોશિશ મારી પૂરી તો ના થઈ
દેખાય દેખાય ને એ છટકી જાય
નિરાશાને ખંખેરી આગળ વધતો ગયો
હૈયું ભર્યું ધીરજ ને શ્રદ્ધાથી સદાય
શોધ કરતા કરતા હૈયામાં ઉતરતો ગયો
ત્યાં તો હસતું મુખડું એનું દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)