Hymn No. 520 | Date: 12-Sep-1986
|
|
Text Size |
 |
 |
હૈયાની દૂર્બળતા મારી, માડી દૂર કરો મનડાંને મારા માડી, સદા સ્થિર કરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ હૈયાના મારા અજ્ઞાન તિમિર, માડી દૂર કરો હૈયુ મારું માડી, સદા શુદ્ધ પ્રકાશથી ભરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ મારા શત્રુને પણ માડી, સદા મારા મિત્ર કરો મારા મિત્રની મિત્રતાને માડી સદા ઘનિષ્ઠ કરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ હૈયુ મારું માડી સદા શુદ્ધ પ્રેમથી ભરો મારું દુઃખદર્દ માડી સદા દૂર કરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ મારા હૈયાના કામક્રોધ માડી સદા દૂર કરો મારું હૈયું માડી સદા સુખથી ભરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ મારા વિચાર વમળોથી માડી મારું રક્ષણ કરો મારા સંસારના માડી સર્વ સંકટ હરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ મારા હૈયાનો અસંતોષ માડી સદા દૂર કરો મારું હૈયું માડી સદા સંતોષથી ભરો માડી માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ માડી તારી કરુણાના બિંદુની કૃપા કરો મારું હૈયું સદા તવ ભાવથી ભરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ માડી સદા સંસારના તાપ હરો મારું હૈયું માડી સદા પ્રેમથી ભરપૂર કરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ માડી મારી દૃષ્ટિમાંથી સદા વિક્ષેપ હરો મારા હૈયામાંથી મારું તારું દૂર કરો માડી તવ શરણે છીએ, માડી તવ શરણે છીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|