1986-09-12
1986-09-12
1986-09-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11510
શંખણીના શાપ કદી ફળતા નથી
શંખણીના શાપ કદી ફળતા નથી
સતીના બોલ જૂઠાં પડતાં નથી
લોભી જલદીથી દાન દઈ શકતો નથી
કામી વૈરાગ્યનું મૂલ આંકી શકતો નથી
જ્ઞાનીની જ્ઞાનની ઝંખના પૂરી થાતી નથી
સાગરનું તળિયું માપી શકાતું નથી
મન મળ્યા વિના મનની વાત થાતી નથી
પ્રેમ વિના પ્રીત કદી ટકતી નથી
પાપ વધતાં સુખની નીંદર આવતી નથી
પસ્તાવો થયા વિના હૈયું હલકું થાતું નથી
અપમાનના ડંખ હૈયે વાગ્યા વિના રહેતા નથી
જરૂરિયાત અપમાન સહન કરાવ્યા વિના રહેતી નથી
નિર્મળ દર્પણ, સાચું બતાવ્યા વિના રહેતો નથી
લાજ છૂટી ત્યાં જગની પરવા રહેતી નથી
પાપના ઘડો ભરાતા, ફૂટયા વિના રહેતો નથી
જગમાં સાચને આંચ કદી આવતી નથી
કરુણ પોકાર પડતાં, `મા’ દોડયા વિના રહેતી નથી
તીવ્ર ભાવ જાગ્યા વિના, પ્રભુદર્શન થતાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શંખણીના શાપ કદી ફળતા નથી
સતીના બોલ જૂઠાં પડતાં નથી
લોભી જલદીથી દાન દઈ શકતો નથી
કામી વૈરાગ્યનું મૂલ આંકી શકતો નથી
જ્ઞાનીની જ્ઞાનની ઝંખના પૂરી થાતી નથી
સાગરનું તળિયું માપી શકાતું નથી
મન મળ્યા વિના મનની વાત થાતી નથી
પ્રેમ વિના પ્રીત કદી ટકતી નથી
પાપ વધતાં સુખની નીંદર આવતી નથી
પસ્તાવો થયા વિના હૈયું હલકું થાતું નથી
અપમાનના ડંખ હૈયે વાગ્યા વિના રહેતા નથી
જરૂરિયાત અપમાન સહન કરાવ્યા વિના રહેતી નથી
નિર્મળ દર્પણ, સાચું બતાવ્યા વિના રહેતો નથી
લાજ છૂટી ત્યાં જગની પરવા રહેતી નથી
પાપના ઘડો ભરાતા, ફૂટયા વિના રહેતો નથી
જગમાં સાચને આંચ કદી આવતી નથી
કરુણ પોકાર પડતાં, `મા’ દોડયા વિના રહેતી નથી
તીવ્ર ભાવ જાગ્યા વિના, પ્રભુદર્શન થતાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaṁkhaṇīnā śāpa kadī phalatā nathī
satīnā bōla jūṭhāṁ paḍatāṁ nathī
lōbhī jaladīthī dāna daī śakatō nathī
kāmī vairāgyanuṁ mūla āṁkī śakatō nathī
jñānīnī jñānanī jhaṁkhanā pūrī thātī nathī
sāgaranuṁ taliyuṁ māpī śakātuṁ nathī
mana malyā vinā mananī vāta thātī nathī
prēma vinā prīta kadī ṭakatī nathī
pāpa vadhatāṁ sukhanī nīṁdara āvatī nathī
pastāvō thayā vinā haiyuṁ halakuṁ thātuṁ nathī
apamānanā ḍaṁkha haiyē vāgyā vinā rahētā nathī
jarūriyāta apamāna sahana karāvyā vinā rahētī nathī
nirmala darpaṇa, sācuṁ batāvyā vinā rahētō nathī
lāja chūṭī tyāṁ jaganī paravā rahētī nathī
pāpanā ghaḍō bharātā, phūṭayā vinā rahētō nathī
jagamāṁ sācanē āṁca kadī āvatī nathī
karuṇa pōkāra paḍatāṁ, `mā' dōḍayā vinā rahētī nathī
tīvra bhāva jāgyā vinā, prabhudarśana thatāṁ nathī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is talking about the truth. This truth is helpful to people who are ignorant and take them on the path of spirituality.
He explains
The curse of the conch is tremendous which never bears fruit.
A pious and holy ladies words do not go in vain.
Charity cannot be expected from a greedy person.
and A person full of lust cannot understand the importance of asceticism.
A wise persons longing for knowledge is never fulfilled.
The bottom of the ocean cannot b
measured.
Your mind has to merged with somebody then only you can speak your heart out to that person.
Love shall never last without love.
Happiness is erased from a place where sins starts increasing
When you repent the heart becomes light.
Stings of humiliation do not go unnoticed.
Sometimes the urge of need makes you bear insult too.
The pure mirror cannot stay without reflecting the truth, but still our ignorant minds do try to accept it.
When shame and respect is washed out then you don't bother for others who feel how.
The vessel of sin when filled always breaks out.
But truth is such a weapon which cannot be hurt in the world, how much ever you try to hide the truth. It cannot be hidden
When the tragic cry of the kid is heard the Mother shall not remain without running.
Without intense emotions being arised the vision of the lord does not take place.
Such truth do pass by in life but our eyes are closed of ignorancy.
|
|