Hymn No. 522 | Date: 13-Sep-1986
|
|
Text Size |
 |
 |
સુખિયા આવે, દુઃખિયા આવે, દોડી દોડી આવે `મા' ને દ્વાર પ્રેમથી સૌને હૈયે ચાંપે માડી, સુણીને સહુની પુકાર રોગિયા આવે ભોગિયા આવે, આવે સહુ `મા' ની પાસ પ્રેમથી સહુની આશ પૂરતી માડી, કરતી ના નિરાશ લૂલા આવે, મૂંગા આવે, આવે સહુ `મા' ને દ્વાર પ્રેમથી સહુને સહાય કરતી માડી, દેર કરતી ના લગાર ગરીબ આવે તવંગર આવે, ફેલાવે ઝોળી `મા' ની પાસ પ્રેમથી સહુની ઝોળી ભરતી, ભરતી એ તો સદાય કામી આવે, લોભી આવે, આવે સહુ તો `મા' ની પાસ પ્રેમથી સહુને માફ કરતી માડી હૈયે જાગે જ્યાં પશ્ચાતાપ સંસારથી દાઝેલા આવે, ડૂબેલા આવે, આવે સહુ `મા' ની પાસ પ્રેમથી સહુને હૈયે ચાંપે માડી, મૂકીને હૂંફાળો હાથ પાપી આવે પુણ્યશાળી આવે, કહે સહુ `મા' ને વાત પ્રેમથી એ તો સહુને સાંભળે માડી, સાંભળે સહુની વાત યોગીઓ આવે, ભક્તો આવે, આવે જ્યારે `મા' ને દ્વાર પ્રેમથી એ તો એમને આવકારે, ખોલીને હૈયાના દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|