Hymn No. 526 | Date: 22-Sep-1986
|
|
Text Size |
 |
 |
મધુરું નામ લેતા માડી, હૈયામાં ભાવોની ભરતી ભરાય સાનભાન હું તો ભૂલું માડી, મારા અણુ અણુ આનંદે ન્હાય તારી કૃપાનું બિંદુ પામું હું તો, માડી મારી દૃષ્ટિ બદલાય હૈયામાં જાગતું મારું મારું, એ તો ત્યાં ને ત્યાં શમી જાય ક્ષણની તારી ઝાંખી મળતાં માડી તલસાટ ખૂબ વધી જાય સાનભાન હું તો ભૂલું માડી, મારા અણુ અણુ આનંદે ન્હાય કહેવું આ કોને મારે માડી, જ્યાં વાણી પણ મારી થંભી જાય અનેક જન્મોનો વિયોગ માડી, તારી કૃપા આજ હરી જાય નજર ફેરવી જોઉં જ્યાં જ્યાં, માડી તારું હસતું મુખડું દેખાય સાનભાન હું તો ભૂલું માડી, મારા અણુ અણુ આનંદે ન્હાય કૃપાળુ માડી, કૃપા તારી જારી રાખજે, જોજે આ બાળ માયામાં ના લપટાય આ બાળ તારો છે તો કાચો, જોજે પગ એના લથડિયું ન ખાય ક્ષણે ક્ષણે સહારો એને દેજે, જોજે નિઃસહાય ન બની જાય સાનભાન હું તો ભૂલું માડી, મારા અણુ અણુ આનંદે ન્હાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|