Hymn No. 532 | Date: 29-Sep-1986
|
|
Text Size |
 |
 |
કર્મો હું તો કરતો જાઉં, ફળ એનું મળશે ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે મનડું મારું શુદ્ધ કરતો રહું, કૃપા તારી પામું ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે તુજને નીરખતા હું તો રડતો માડી અટકું ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે નિત્ય જપ કરતો રહું, ધ્યાનમાં ડૂબું હું ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે પૂજન કરતા કરતા હું તો ભાન મારું ભૂલું ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે સાચવી, સાચવી ચાલુ હું તો, અટવાઉં માયામાં ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે બચી, બચી આવું તોયે લોભમાં ડૂબું હું તો ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે મનડાંને સ્થિર કરવા કોશિશ કરતો તોયે ભાગે એ ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે શરણું હું તો શોધું તારું માડી, સ્વીકાર કરશો મારો ક્યારે એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|