ભવસાગરમાં વિશ્વાસે જ વહાણ ચાલ્યા જાય
આંધી આવે, તૂફાન આવે, રહે વિશ્વાસને સહારે સદાય
ચારે તરફ અંધકાર, દિશા તો સૂઝે ન ક્યાંય
વહાણ તો સદા ચાલ્યા, વિશ્વાસને સહારે સદાય
તોફાને નાવ એની ડૂબે, વિશ્વાસના સઢમાં કાણા પડતા જાય
કિનારે તો નાવ પહોંચે એની, વિશ્વાસે હૈયું જ્યાં ઊભરાય
સાગર તો રહ્યો છે ખારો, મીઠું જળ ન મળે ક્યાંય
તાપ, તરસ સહન કરવા પડશે, મીઠું જળ ન મળી જાય
સાગર તો પાર કરવો પડશે, બીજો ઉપાય નથી ક્યાંય
સુખદુઃખ સહન કરતા-કરતા, કિનારે પહોંચી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)