Hymn No. 537 | Date: 02-Oct-1986
|
|
Text Size |
 |
 |
સદા મનમંદિરમાં માડી, તારી મનોહર મૂર્તિ નિહાળું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું ભૂલીને માયા તારી માડી, હું તો સદા તુજને ધ્યાવું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું સુખદુઃખ હૈયે ના સ્પર્શે, સદા હૈયે શાંતિ હું પામું કૃપાળુ સદા કૃપા એવી કરજો માડી, હું તો એજ માગું વૈર હૈયેથી વીસરી માડી, સદા સર્વને પ્રેમથી નિહાળું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું દયા હૈયેથી માડી નિત્ય ટપકે, સદા ક્રોધ હું તો વિસારું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું દિન, દિન નમ્ર બની માડી સદા અહંને હું ઓગાળું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું કામવાસના હૈયેથી છૂટે માડી, દૃષ્ટિમાં નિર્મળતા પામું કૃપાળુ સદા કૃપા એવી કરજો માડી, હું તો એજ માગું મારું તારું હૈયેથી છૂટે માડી, તુજને સર્વમાં નિહાળું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું મનથી ખોટા વિચારો છૂટે, મનને સદા તુજમાં સમાવું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું સાનભાન જગનું ભૂલી, તારા દર્શન નિત્ય પામું કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|