હકીકત બદલાઈ ગઈ જીવનમાં જ્યાં, બાધા સ્થિરતામાં એ નાંખી ગઈ
શરૂઆતની શરૂઆત ના એમાં રહી, બદલાતી હકીકત સ્વીકારવી અઘરી બની ગઈ
કારણોના કારણોએ દૂર કરવાને બદલે, ઘેરાંને ઘેરાં એને એ કરતી ગઈ
કરી ગઈ ઊભો જ્યાં એ ગૂંચવાડો, સ્થિરતામાં પથ્થર તો એ નાંખી ગઈ
લાગ્યું હતું એકવાર જે સત્ય, ઠેસ એને એ તો પહોંચાડી ગઈ
આવી ગઈ બદલી એમાં જ્યાં વર્તનની, ઠેસ સંબંધોને પહોંચાડી એ તો ગઈ
દ્વંદ્વો ભાવોના રચાયા ત્યાં તો એમાં, ઠેસ ભાવોને પણ એ પહોંચાડી ગઈ
મંઝિલ ગઈ જ્યાં એમાં બદલાઈ, નકશા જીવનના એમાં એ બદલતી ગઈ
જ્ઞાન અજ્ઞાનની ભાષા એમાં તો બદલાઈ ગઈ, જીવનમાં હકીકત તો જ્યાં બદલાઈ ગઈ
બદલાયું ના જીવનનું પરમસત્ય કદી, ઇશારો એમાં એ, એ તો દેતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)