Hymn No. 541 | Date: 04-Oct-1986
|
|
Text Size |
 |
 |
ફરી ફરી મોકલી જગમાં કરી ઉપકાર, વાટ મારી રહી છે તું જોતી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી ભૂલીને વાયદા બધા તુજને, રહી છે માયા હૈયે એને ખૂબ વાગી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી કુકર્મોથી બન્યા છે કાળા હૈયા એના, સાફ કરવા એણે તસ્દી નથી કંઈ લીધી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી વસંતો ને વસંતો ગઈ, નથી હૈયેથી એના, વાસના હજી કંઈ છૂટી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી દીધું છે ભરપૂર સહુને તેં જગમાં, બેઠો છે તુજ સામે ફેલાવીને હાથ ખાલી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી નથી વરસાવી દયા અન્ય પર, રહ્યો છે દયાની ભીખ તુજ પાસે માંગી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી પાપો કરતા નથી પાછું વળી કંઈ જોયું, પ્રપંચોમાં સદા રહ્યો છે રાચી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી રડાવી, રડાવી અન્યને રહ્યો છે રાજી, થઈ આજ એનીજ આંખ અશ્રુભીની ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી વિશ્વાસે બેસી ગયો છે આજ તુજ સામે, માફ કરશે આજ તુજ એને માડી ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|