કોણ મોટો ને કોણ નાનો, રહ્યો છે ભેદ મુજથી અજાણ્યો
કોઈ એક વાતમાં મોટો, તો બીજી વાતમાં દેખાય વામણો
ગુણો પૂજતા રહ્યાં ગુણીના, હૈયે ખૂબ અહોભાવ ભરી
પ્રગટ થાતા અવગુણો દેખાયા, ત્યાં પણ સદા ડોકિયાં કરી
ભેદભરમ જગમાં દેખાતાં નથી, ભૂંસાયા એ તો જલદી
ભેદ જ્યાં તૂટી પડતાં, દુનિયા દેખાતી ત્યાં નવી નવી
એ તો રહ્યો છે મોટો હૈયામાં, જેમાં સદા નમ્રતા ભરી
માન સદા દેતો સહુને, કડવાશ હૈયામાં ના ભરી
હૈયું એનું સદા શુદ્ધ રહે, આંખ અમી વરસાવી રહે
સદા મોટો એને માનજો, હૈયું જેનું વેરઝેર ભૂલતું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)