મળી ગયું, મળી ગયું, મળી ગયું, આવડત વિના જીવનમાં જે મળી ગયું
જે જે જીવનમાં મળ્યું, એ તો એવું ભાગ્ય વિના ના કાંઈ એ બીજું હતું
મળી ગયું જીવનમાં જ્યાં એ તો એવું, આવડત ઊભી ના એમાં એ કરાવી શક્યું
ટેરવું ભાગ્યનું જ્યાં ઊંચું ચડયું, ટકવું જીવનમાં મુશ્કેલ બનાવી એ ગયું
હતું એ હાથમાં, સમજાયું ના ત્યારે, જીવનમાં શું મળ્યું હતું કે મળી ગયું
લાગતો ગયો ઘસારો જીવનમાં જ્યાં એને, ઘસાઈ હાથમાંથી એ સરકી ગયું
જીવનમાં ખાલી જ્યાં એ થઈ ગયું, પશ્ચાતાપ વિના હાથમાં ના બીજું રહ્યું
લાગ્યું જીવનમાં તો ત્યારે, શું પશ્ચાતાપને પશ્ચાતાપ એજ ભાગ્ય હતું
હતી ના જીવનમાં કોઈ એવી આવડત, જ્યાં આવડત વિના તો મળ્યું હતું
કરવું શું હવે જીવનમાં, કરવું શું ની વિચારતી મૂડી એ તો મૂકી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)