મળી છે જેને પાંખો, કદી સ્થિર એ તો નવ રહે
મનને છે મજબૂત પાંખો, સ્થિર કદી એ નવ રહે
પળમાં એ અહીં રહે, પળમાં ક્યાંયે એ ઊડી જાયે
દોડી પાછળ એની, પકડવું એને તો મુશ્કેલ બને
ગતિ છે એની ઘણી, ક્યાંનું ક્યાં પહોંચી જાયે
મથી મથીને મથશો, સમજવું એને મુશ્કેલ બને
લલચાય સદા એ તો, સદા એ તો લલચાતું રહે
પકડવા એને, હર કોશિશ તો કરવી પડે
શક્તિ ભરી છે એમાં ઘણી, નાથ્યા વિના નવ મળે
નાથીને કરજો શક્તિ ભેગી, સહેલા સહુ કાર્યો બને
જોડશો એને પ્રભુમાં, પ્રભુની શક્તિ તો એમાં ભળે
સાથ દેશે એ તો જ્યારે, માનવ તો ભગવાન બને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)