1986-10-08
1986-10-08
1986-10-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11542
રંગે રંગાઈ જો રંગ તારો બદલાયો નથી
રંગે રંગાઈ જો રંગ તારો બદલાયો નથી
તો તું હજી સાચો રંગાયો નથી
પ્રેમમાં `મા’ ના ડૂબતા હૈયાના વેર જો ભુલાયા નથી
તો તું હજી પ્રેમમાં ડૂબ્યો નથી
ધ્યાનમાં બેસતા શરીરભાન જો ભુલાયું નથી
તો તને સાચું ધ્યાન લાગ્યું નથી
શબ્દો બોલી, જો એ શબ્દો પળાયા નથી
તો એવા શબ્દો બોલવાની જરૂર નથી
કર્મો કરી, જે કર્મોથી મસ્તક ઊંચું રહેતું નથી
એવા કર્મો કરવાની કાંઈ જરૂર નથી
દાન દેતા, હૈયેથી અહં જો છૂટતો નથી
એવું દાન કરવાની જરૂર નથી
ક્ષણેક્ષણ, હૈયું જો આનંદે નાચ્યું નથી
તો તું સાચું જીવન જીવ્યો નથી
જો હૈયામાં `મા’ ના દર્શન કાજે યત્ન કર્યા નથી
તો તેવી જિંદગીની કોઈ કિંમત નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રંગે રંગાઈ જો રંગ તારો બદલાયો નથી
તો તું હજી સાચો રંગાયો નથી
પ્રેમમાં `મા’ ના ડૂબતા હૈયાના વેર જો ભુલાયા નથી
તો તું હજી પ્રેમમાં ડૂબ્યો નથી
ધ્યાનમાં બેસતા શરીરભાન જો ભુલાયું નથી
તો તને સાચું ધ્યાન લાગ્યું નથી
શબ્દો બોલી, જો એ શબ્દો પળાયા નથી
તો એવા શબ્દો બોલવાની જરૂર નથી
કર્મો કરી, જે કર્મોથી મસ્તક ઊંચું રહેતું નથી
એવા કર્મો કરવાની કાંઈ જરૂર નથી
દાન દેતા, હૈયેથી અહં જો છૂટતો નથી
એવું દાન કરવાની જરૂર નથી
ક્ષણેક્ષણ, હૈયું જો આનંદે નાચ્યું નથી
તો તું સાચું જીવન જીવ્યો નથી
જો હૈયામાં `મા’ ના દર્શન કાજે યત્ન કર્યા નથી
તો તેવી જિંદગીની કોઈ કિંમત નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
raṁgē raṁgāī jō raṁga tārō badalāyō nathī
tō tuṁ hajī sācō raṁgāyō nathī
prēmamāṁ `mā' nā ḍūbatā haiyānā vēra jō bhulāyā nathī
tō tuṁ hajī prēmamāṁ ḍūbyō nathī
dhyānamāṁ bēsatā śarīrabhāna jō bhulāyuṁ nathī
tō tanē sācuṁ dhyāna lāgyuṁ nathī
śabdō bōlī, jō ē śabdō palāyā nathī
tō ēvā śabdō bōlavānī jarūra nathī
karmō karī, jē karmōthī mastaka ūṁcuṁ rahētuṁ nathī
ēvā karmō karavānī kāṁī jarūra nathī
dāna dētā, haiyēthī ahaṁ jō chūṭatō nathī
ēvuṁ dāna karavānī jarūra nathī
kṣaṇēkṣaṇa, haiyuṁ jō ānaṁdē nācyuṁ nathī
tō tuṁ sācuṁ jīvana jīvyō nathī
jō haiyāmāṁ `mā' nā darśana kājē yatna karyā nathī
tō tēvī jiṁdagīnī kōī kiṁmata nathī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is talking about the path of spirituality as in this path we have the delusions but things are not so easy to get. But taking continuous efforts and devoting your self in the feets of the Divine can surely give success & shall make this life worth full.
Kakaji says
When you feel being coloured by the colour of the Divine but your colour hasn't changed, then it means that you are not actually coloured.
While falling in love with the Divine Mother if you don't forget about the revenge in your heart, then still you have not drowned purely in love.
While sitting in meditation being mindful, you have not forgotten about your body, then you truely are not meditating.
While speaking when the word's which need not be spoken cannot be escaped, then there is no need to say such words.
While doing deeds, if the head cannot be held high for such deeds. then there is no need to do such deeds.
While donating if the ego is not released from the heart then there is no need to donate.
For each & every moment if your heart does not dance in joy, then you have not truely led your life.
When you never made efforts for the Divine Mother's vision in your life, then there is no value of living such life.
|
|