થાશે ના એમાં રે કોઈ ફાયદો, મળશે ના એમાં રે કોઈ ફાયદો
ફાયદો ને ફાયદો, રાજ કરતો રહે છે, એ તો જગમાં, છે જગમાં એનો રે કાયદો
કહી કહી થાકો, માને કે ના માને, કે સમજે, મળશે ના એમાં કોઈ ફાયદો
હશે કામ કઢાવવાનો ઇરાદો, માનશે ના એમાં, થાશે ના કોઈ એમાં ફાયદો
છોડી બધી દુનિયાદારી, વળગાડી એને જો હૈયે, થાશે ના એમાં કોઈ ફાયદો
લેશે ના, લઈ શકશે ના કોઈ દુઃખ તારું, રડી રડીને એને, નથી કોઈ ફાયદો
સહી લીધું જીવનમાં બધું, તૂટી સહનશક્તિ એમાં, સહન કરીને મળ્યો ના ફાયદો
આજે કે કાલે, પડશે જગ તો છોડવું, છોડીશ ના યાદમાં, કરી જોયું નથી કોઈ ફાયદો
કહી કહી થાક્યા ઋષિમુનિઓ, રહ્યાં જગમાં આપણે એવાને એવા, કહીને મળ્યો શું ફાયદો
હું ને તું પડયા જયાં જુદા, એક જ્યાં ના થયા, મુક્તિનો મળશે ના ફાયદો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)