દાસ છું માડી તારો, અંધારે અટવાયો, લેજે મારી સંભાળ
કૃપા તારી, સદા યાચું માડી, ઓ મારી દીનદયાળ
કરુણાકારી કરુણા કરજે, મુજ પર માડી સદાય
ભૂલીને ભૂલો માડી મારી, શરણું દેજે મુજને માત
રડતાં આવ્યો તારા દ્વારે, હસતો રાખજે મુજને માત
ભૂલજે તું તો બધું માડી, ના ભૂલીશ તું, આ મારી વાત
નયનમનોહર મંગળ મૂર્તિ તારી, હૈયામાં તું વસજે માત
સદા હું તુજને નિહાળું, પ્રેમથી તું મુજને નિહાળજે માત
માયા તારી હૈયે વળગી, મુક્ત થાવા તું દેજે મુજને સાથ
કરુણાકારી કરુણા કરજે, મૂકીને મુજ મસ્તકે તારો હાથ
સદા તુજને વિનંતી કરું છું, વિનંતી સુણજે મારી માત
હૈયે આવી વસીને માડી, દર્શન તારા દેજે મુજને માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)