ડગલે ને પગલે માડી, હાથ તો તારા વરતાતા
તોય હૈયે એ તો માડી, કદી રહે ના સમજાતા
મારા અંતરના અભિમાન, રહે સદા એમાં નડતા
હૈયાને પાછું હટાવે, એ તો બધું સ્વીકારતાં
રહ્યા છે ભાવ મારા હૈયામાં, એ સદા પલટાતા
દુઃખો તો જાગે છે માડી, નથી હવે એ સહેવાતાં
માયામાં રહ્યા છીએ અટવાઈ, સદા તો ભરમાતા
બુદ્ધિની બહાર જ્યારે બને, અમે તો બહુ મૂંઝાતા
ન કહી શકીએ એ તો કાંઈ, રહીએ અમે અકળાતા
બુદ્ધિ હટી ગઈ જ્યાં, ધીરે પગલાં તુજ તરફ મંડાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)