Hymn No. 577 | Date: 18-Oct-1986
|
|
Text Size |
 |
 |
નથી જાતાં એક સરખા દિન જગમાં કંગાળ કે વળી ભૂપતિના હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં ગણજે તું તારા દિન, વિતાવીશ આ જગમાં તું આનંદમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં સંયોગ રહે છે, આ જગમાં, સદા સહુના તો પલટાતા હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં હસતા ખીલતાં ફૂલને પણ, વિદાય દેશે તું સ્મશાનમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં હસતા ચાલતાં કંઈક માનવને, સૂવું પડે છે સદા પથારીમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં સાથ દેતો આવ્યો કંઈકને તું, છોડી આગળ જશે એ અધવચ્ચમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં જતન કરી સાંચવી હશે લક્ષ્મી જગમાં, જશે ખાલી હાથેથી આ જગમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં ના કરતો અભિમાન, લક્ષ્મી, જ્ઞાન કે શક્તિનું તું જરા મનમાં હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં ધાર્યા નથી થયા કામ જગમાં, ભૂપતિ કે વળી લક્ષ્મીપતિના હસી લે હસી લે, તું માનવ જરા મનમાં પડશે રડવું ક્યારે આ જગમાં અંધારે ઘેરાયેલા આકાશમાં, પણ પથરાશે કિરણ પ્રકાશના હસી લે હસી લે, તું માનવ જરા મનમાં, પડશે રડવું ક્યારે આ જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|