લખ્યા છે લેખ લલાટે, નથી કદી એ ભૂંસાવાના
લખાવી આવ્યા છીએ, રહ્યાં છે ખાલી એ વાંચવાના
યત્નો કર્યાં છે ખૂબ, સદા એને તો બદલવાના
નથી મળી સફળતા, અંતે બધા એમાં તો થાકવાના
શરણું લેજે તું માતનું, સત્તા છે પાસે એની બદલવાના
સાચો ભાવ વાંચશે જ્યાં, દયાના દાન એ તો દેવાના
દયા વરસશે જ્યાં તુજ પર, અણધાર્યા કામ પણ થવાના
સદા પ્રયત્નો જારી રાખજે, એને તો રાજી કરવાના
છોડી દેતો ના યત્નો અધવચ્ચે, એને પહોંચવાના
ખંતથી જારી રાખજે યત્નો, પરિણમશે એ સફળતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)