હર ક્ષણે માડી જગમાં કોઈ ને કોઈ જનમ લેતું
તેજ ક્ષણે માડી જગમાંથી કોઈ ને કોઈ વિદાય લેતું
એક આંખમાંથી એક ક્ષણે હાસ્ય સદા ઝરતું
તેજ ક્ષણે બીજી આંખમાંથી તારા આંસું સરતું
એક ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ પાપ આચરતું
તેજ ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ પુણ્ય કરતું રહેતું
એક ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ સુખમાં ડૂબી જાતું
તેજ ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ તને દુઃખથી યાદ કરતું
એક ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ સંસારમાં રહ્યું ચાલુ
તેજ ક્ષણે માડી જગમાં, કોઈ ને કોઈ વૈરાગ્યએ વળતું
જગનો ક્રમ આ ચાલ્યો આવ્યો, સુખદુઃખ મેળવી લેતું
ચાલ તારી આ જગમાં તો મુશ્કેલીથી સમજતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)