Hymn No. 583 | Date: 24-Oct-1986
|
|
Text Size |
 |
 |
ઇચ્છા તારા દર્શન કરવા માડી, હૈયે એ તો જ્યાં જાગી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે હૈયે આવી વસજે માડી, કરુણાનિધિ કરુણા કરનારી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે સંસારથી દૃષ્ટિ છૂટતી રહી, નયનો દર્શન ઝંખી રહી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે મોહ મમતા રહ્યાં છે છૂટી, દૃષ્ટિ રહી છે તુજમાં ખૂંપી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે ભૂખ તરસ રહ્યાં ભુલાઈ, તારા દર્શનની ભૂખ તો જાગી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે હૈયે પ્રેમસાગર ઊભરાયો માડી, જ્યાં તારા પ્રેમનું પાન કર્યું માડી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે મનમાં વિચારો ભરાયા તારા, બીજા વિચારો છૂટયા માડી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે દિવસો કઠણ બન્યા છે માડી, તારા દર્શન વિના માડી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે રહ્યો સહ્યો સંદેહ તોડજે માડી, ફરી ન જાગે જોજે માડી હાથ તારો દેખાયે માડી, ધન ભાગ્ય અમારા જાગ્યાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|