ધર્યા ભક્તો કાજે રૂપ અનેક, તું છે બહુ અવતારી
સહાય કરવા ભક્તોને, તું તો માડી સદા દોડનારી
પ્રહલાદ કાજે, હિરણ્યકશ્યપ માર્યો, તું છે નરસિંહરૂપધારી
પાપે ધરતી ગઈ રસાતલ, તારી તે ધરી વરાહરૂપધારી
વેદોને તારવા બની હતી તું મત્સ્ય રૂપધારી
મંથન કાજે, મેરૂને ધરવા, બની હતી તું કચ્છપ રૂપધારી
હણવા રાવણને પહોંચી લંકા, બની હતી તું રામધર્નુધારી
નક્ષત્રિ કરવા પૃથ્વી બની હતી તું રામપરશુધારી
ભક્ત સુધન્વાને તારવા, આવી હતી તું વિષ્ણુરૂપધારી
કંસને હણવા, ભક્તોને તારવા, બની તું કૃષ્ણચક્રધારી
મહિષાસુર મારવા, જગને તારવા, બની તું દુર્ગા ત્રિશુળધારી
ચંડમુંડ માર્યા, શુંભ નિશુંભ હણ્યા, બની તું ખડગધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)