Hymn No. 595 | Date: 31-Oct-1986
|
|
Text Size |
 |
 |
આવે દુઃખ જીવનમાં, આનંદથી સદા સહેતો રહેજે નામ `મા' નું, સદા પ્રેમથી તું લેતો રહેજે થાયે અપમાન તારા, સદા તું તે ભૂલતો રહેજે નામ `મા' નું, સદા તું પ્રેમથી લેતો રહેજે જાગે જો હૈયામાં વૈર, સદા એને તું સમાવી દેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે લઈ સહાય સદા `મા' ની સંસાર તું તરતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે ઝીલી સંસાર તાપ, છાંયડો અન્યને તું દેતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે હટાવી ધિક્કાર હૈયેથી, પ્રેમ સદા તું ભરતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે કાઢી દંભ જીવનમાં, સત્યની રાહે ચાલતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે કરશે માયા અસ્થિર તને, `મા' માં મનને સ્થિર કરતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે આવે નાના મોટા દ્વારે તારા, માન સરખું દેતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે કાઢી અસંતોષ હૈયેથી, સદા સંતોષ ભરતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે કરી હૈયાને વિશાળ, કિરણ `મા' ના સદા ઝીલતો રહેજે નામ `મા' નું તું, સદા પ્રેમથી લેતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|