ચડયા જ્યાં હૈયે મેલના થરો, કિરણોનો સંપર્ક છૂટી ગયો
ઘૂમી ઘૂમી માયામાં ખૂબ, સંપર્ક તારો ચુકાઈ ગયો
ભાવ તો સાફ સદા જ્યાં હું તો કરતો રહ્યો
પડળ અવિદ્યાના એના પર સદા વીંટતો રહ્યો
તારા જ્ઞાનના તેજનો પુંજ હૈયે જ્યાં ઝબકી ગયો
મોહના પડદા હૈયેથી દૂર ધીરે ધીરે કરતો ગયો
થાતાં દૂર મેલના થરો, પ્રકાશ તારો ઝળહળી રહ્યો
કૃપા ઉતરી એ તો તારી હૈયે, હું તો સમજી ગયો
દયા કરજે સદા મુજ પર માડી, ભગાડી અંધકાર દીધો
દર્શન નિત્ય કરતો રહું તારા, પ્રકાશ સદા હૈયે ધર્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)