Hymn No. 602 | Date: 07-Nov-1986
|
|
Text Size |
 |
 |
શરણે આવ્યો, શરણું દેજે, હરજે કષ્ટ તો મારી માત, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા કૃપા તારી કરજે એવી, ચિતડું સ્થિર કરજે સદા માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા દેવોના તો તેં કાર્યો કીધાં, અસુરોને હણ્યા તેં તો માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા ભક્તો કાજે દોડી જાતી, સંભાળ તો સર્વની લેતી માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા નિરાકાર છે રૂપ તારું, સાકારે દર્શન તું તો દેતી માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા નિર્ગુણ છે તો ગુણ તારો, સગુણે સાકાર થાતી માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા પ્રકાશે તું પ્રત્યક્ષ થાતી, અંધકારે પણ તું વસતી માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા સુખદુઃખમાં વસતી રહેતી, આશાનિરાશામાં પણ તું છે માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા નરનારી રૂપે જગમાં વસતી, જગ તો છે તારી લીલા માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા શબ્દરૂપે સમજી તુજને, તોયે શબ્દથી પર તું છે માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા કહેવું કેટલું, લખું કેટલું, વાણી પણ થંભી જાતી મારી માતા, નમું હું નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા સર્વમાં રહેતી તું તો માતા, તુજ વિણ ખાલી ન કાંઈ માતા, નમું હું, નમું હું, નમું તુજને, જગમાંતા મારી સિધ્ધમાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|