Hymn No. 603 | Date: 07-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-07
1986-11-07
1986-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11592
કરી રહ્યો છું યાદ તુજને, રહ્યો છું સદા તુજને પુકારી
કરી રહ્યો છું યાદ તુજને, રહ્યો છું સદા તુજને પુકારી ગયો છું ડૂબી પાપોથી ભારી, દેજે તું શિક્ષા મુજને આકરી નથી કંઈ પુણ્ય કે દાન કીધાં, નથી તવ જપજાપ કાંઈ કીધાં રહ્યો છું સદા ફરતો જગમાં, માયા હૈયે બહુ વળગાડી સંતાન તો છું હું તારું, તરછોડતી ના મુજને માડી માયાને ગણી હતી વ્હાલી, રહ્યાં હતાં તુજથી સદા ભાગી હસતા હસતા જીવન વીત્યું, રડતાં રડતાં સમય ના ખૂટયો ગયો છું આવી શરણમાં તારી, સંજોગે મતિ દીધી છે સુઝાડી કર્મોની સમજણ જગાડી, કરાવજે કર્મો તો એવા માડી ધન્ય બની જાઉં તો માડી, દર્શન તો તારા રહું હું તો પામી
https://www.youtube.com/watch?v=gy-JSX-cygw
Satguru Shri Devendra Ghia (Kaka)
કરી રહ્યો છું યાદ તુજને, રહ્યો છું સદા તુજને પુકારી ગયો છું ડૂબી પાપોથી ભારી, દેજે તું શિક્ષા મુજને આકરી નથી કંઈ પુણ્ય કે દાન કીધાં, નથી તવ જપજાપ કાંઈ કીધાં રહ્યો છું સદા ફરતો જગમાં, માયા હૈયે બહુ વળગાડી સંતાન તો છું હું તારું, તરછોડતી ના મુજને માડી માયાને ગણી હતી વ્હાલી, રહ્યાં હતાં તુજથી સદા ભાગી હસતા હસતા જીવન વીત્યું, રડતાં રડતાં સમય ના ખૂટયો ગયો છું આવી શરણમાં તારી, સંજોગે મતિ દીધી છે સુઝાડી કર્મોની સમજણ જગાડી, કરાવજે કર્મો તો એવા માડી ધન્ય બની જાઉં તો માડી, દર્શન તો તારા રહું હું તો પામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari rahyo chu yaad tujane, rahyo chu saad tujh ne pukari
gayo chu dubi papothi bhari, deje tu shiksha mujh ne akari
nathi kai punya ke daan kidham, nathi tav japajapa kai kidha
rahyo chu saad pharato jagamam, maya haiye bahu valagadi
santana to chu hu tarum, tarachhodati na mujh ne maadi
maya ne gani hati vhali, rahyam hatam tujathi saad bhagi
hasta hasata jivan vityum, radatam radatam samay na khutayo
gayo chu aavi sharanamam tari, sanjoge mati didhi che sujadi
karmoni samjan jagadi, karavaje karmo to eva maadi
dhanya bani jau to maadi, darshan to taara rahu hu to pami
Explanation in English
In this Devotional bhajan, Shri Devendra Ghia( Kaka) is pleading with Divine Mother.
He is communicating...
I am remembering you so much, and calling for you always.
I have drowned in my sins so much,
Please give me punishment for my sins.
I haven't done any good deeds, and haven't even prayed in devotion,
I kept on wandering aimlessly in this world, keeping all my desires close to my heart.
I am your child, Divine Mother,
please don't abandon me, O Mother.
I kept illusion dear to me, and kept on running away from you,
Kept on passing time in fake happiness, and now, in sorrow, I can not pass my time.
I have come in your refuge, circumstances have given me the right understanding, O Mother.
You made me aware of and gave understanding about Law of Karma( cause and effect),
please make me do such deeds that I come closer to you and become one with you.
|