હરપળે ને હરક્ષણે, થાતા રહ્યાં છે તારા વખાણ, ને થાતી રહી છે ફરિયાદ
કરું તારી સહનશીલતાના વખાણ કે તારી ધીરજને દઉં હું દાદ
વિચારીને સમજીને રહીએ કરતા ભલે કામ, રહી જાય ભૂલો તોયે આમ
તારા કામો સમજાય ના, સમજાય ત્યારે હોય ના એમાં ગોટાળા
કરું તારી વિચારશક્તિના વખાણ, કે વ્યવસ્થા શક્તિને રે દાદ
નજર આપી અમને, ના જગ અમને એમાંથી તો પૂરું ના દેખાય
નજર વિના જુએ તું તો સારા જગને, રહે ના કાંઈ તારી નજર બહાર
તારી નજરના કરું હું વખાણ, કે તારી શક્તિને દઉં હું દાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)