ફેરવ નજર તુજ પર, તું જરા તારી
નથી એક સરખી આંગળી જ્યાં તારી
મળશે નહીં જગમાં તો તુજને
એક સરખાં જ્યાં બે નરનારી
કાર્ય પગનું તો પગ કરશે
ના કરી શકે હાથ તારા ભાઈ
મુખનું કાર્ય તો મુખ જ કરે
નીરખવા આંખ મળી છે સારી
શરીર વચ્ચે રહી હૈયું તો ધડકે
દેખાય નહીં એ તો કાંઈ
અંગ બીજા જો ભૂલ કરે
દુઃખ અનુભવે એ તો ભાઈ
પ્રભુના અંગ તો છીએ આપણે
સોંપ્યું છે કામ સર્વને કાંઈ ને કાંઈ
ભૂલો એમાં આપણાથી થાતી
દુઃખ અનુભવે એ તો ભાઈ
કરશું કામ બરાબર જો આપણે
રહેશે પ્રભુ સદા હરખાઈ
કરજો સદા શુદ્ધ આચરણ
રહી છે એમાં તો સદા ભલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)