તું તો સઘળે વ્યાપી માડી, લક્ષ્ય મારું વિંધાતું નથી
તું તો અણુ, અણુમાં વ્યાપી માડી, પાસે તારી પહોંચાતું નથી
તું તો સદા દેખે અમને માડી, તું તો તોય દેખાતી નથી
તું તો સદા સાંભળે અમને માડી, તોય એ કહેવાતું નથી
તું તો સહાય કરે અમને માડી, હાથ તારા દેખાતા નથી
તું તો પહોંચે સઘળે માડી, પગ તારા તો દેખાતા નથી
તું તો આરોગે સઘળે માડી, મુખ તારું દેખાતું નથી
તું તો લીલા કરતી માડી, લીલા તારી સમજાતી નથી
તું તો હૂંફ દેતી અમને માડી, હાજરી તારી દેખાતી નથી
તું તો સદા દયા કરતી માડી, દયા તારી સમજાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)