અમૃત જગમાં દીઠું નથી, કરવું તારા નામનું અમૃતનું પાન
ગાન બીજું મીઠું લાગતું નથી, લાગે મીઠાં માડી, તારા ગુણગાન
ધ્યાનમાં બીજું બેસતું નથી, ધરવું છે માડી તારું જ ધ્યાન
ત્યજ્યું છે આજે તો માડી, ત્યજયું છે બધું અભિમાન
ભૂલવું છે આજે તો માડી, ભૂલવું છે શરીર કેરું ભાન
લેવા છે તો જગમાં માડી, લેવા છે તારીજ દયાના દાન
ફર્યો છું જગમાં બધે તો માડી, નથી તુજ સમ કોઈ મહાન
કૃપા સદા તું તો કરતી માડી, કૃપાળુ નથી તુજ સમાન
રક્ષા સદા ભક્તોની તું તો કરતી માડી, પાપીઓની લાવે શાન
જગમાં સઘળે વ્યાપી છે તું માડી, સાંભળે છે બધું તું કાનોકાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)