Hymn No. 622 | Date: 19-Nov-1986
|
|
Text Size |
 |
 |
જગમાં આવ્યો તું જ્યારે, જ્યાં હતા ન દોસ્ત કે દુશ્મન ત્યાં રહેતા રહેતા બનતા ગયાં, દોસ્ત ને દુશ્મન ત્યાં ને ત્યાં મારું મારું કરી, જગના ફેરાં બંધાયા, છૂટયું ન મારું મારું હૈયે જ્યાં મારું મારું, જો કરતા રહ્યાં, જગના ફેરા તો લખાતા રહ્યાં કાપવા આવ્યો બંધન જ્યાં, કરતો રહ્યો મજબૂત એને ત્યાં દુઃખમાં ડૂબી ત્રાસ્યો જ્યાં, સમજ ન આવી તોયે ત્યાં કર્મની બેડી કર્મથી તૂટશે જ્યાં, ભાગશે કર્મથી તું તો ક્યાં શ્વાસે શ્વાસે લખાયા કર્મો જ્યાં, વિના શ્વાસ તું રહેશે ક્યાં સમજી કર્મો કરતો રહેશે જ્યાં, ઢીલી પડશે પકડ કર્મની ત્યાં કરી કર્મ, ના રાખશે આશા જ્યાં, છૂટશે કર્મ ધીરે ધીરે ત્યાં ઉપાય છે સહેલો જગમાં આ, જોજે અજમાવી તું ત્યાં ઉતરશે કૃપા `મા' ની જ્યાં, મજબૂર બનશે એ તો ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|