Hymn No. 624 | Date: 22-Nov-1986
|
|
Text Size |
 |
 |
તાંતણા અહંના જીવનમાં વણાયા, મોહના તાંતણા ગૂંથાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા ભાવના આગમન લંબાયા, પ્રેમના તાંતણા તો સુકાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા રસ્તા સૂઝ્યા ખોટા જીવનમાં, રસ્તા સાચા તો ભુલાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા પોતાના તો પારકા બન્યા, પારકા સહાયે દોડી આવ્યા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા ખોટી શાનમાં તો રહેંસાયા, મૂલ્યો જીવનના વિસરાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા હડસેલા કંઈકના ખાધા, જીવનમાં હાથ કંઈક ફેલાવ્યા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા લાલચે બહુ લપટાવ્યા, અભિમાને તો પૂરા ડુબાડયાં, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા ચિંતાના વાદળ ઘેરાયા, સુખના દિન તો ભુલાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા શાંતિના ભોગ લેવાયા, રાજ ચંચળતાના સ્થપાયા, ગૂંચવણોની ગૂંચના, મંડાણ તો જીવનમાં મંડાયા દૂર દૂર પ્રભુના તેજ દેખાયા, પગલાં એ તરફ મંડાયા, ગૂંચવણોની ગૂંચના, ઉકેલના મંડાણ જીવનમાં મંડાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|