Hymn No. 633 | Date: 01-Dec-1986
|
|
Text Size |
 |
 |
વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો, માડી છું હું તો હજી એવો ને એવો મદથી છકેલો, અહંમાં ડૂબેલો, માડી છું હું તો હજી એવો ને એવો કામથી ભરેલો, દંભમાં તો પૂરો, માડી છું હું તો હજી એવો ને એવો મોહથી મઢેલો, ક્રોધથી ભરેલો, માડી છું હું તો હજી એવો ને એવો પુણ્યે અધૂરો, પાપમાં ડૂબેલો, માડી છું હું તો હજી એવો ને એવો પ્રેમે કાટ ચડેલો, અધીરાઈએ પૂરો, માડી છું હું તો હજી એવો ને એવો કૂડ કપટે ભરેલો, લુચ્ચાઈમાં પૂરો, માડી છું હું તો હજી એવો ને એવો આરંભે શૂરો, આળસે ડૂબેલો, માડી છું હું તો હજી એવો ને એવો યાદ નથી અવગુણો, જેમાં ના ડૂબેલો, માડી છું હું તો હજી એવો ને એવો મૂકજે મુજ મસ્તકે, હસ્ત તુજ હૂંફ ભરેલો, માડી છું હું તો હજી એવો ને એવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|