સફર શરૂ થઈ છે અનંતયાત્રાની તો તારી
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
વેશ તારા કંઈક જાશે પલટાતા (2)
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
સ્થળ સદા તારા તો રહેશે બદલાતા (2)
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
પરિચય અન્યના તો રહેશે જ થાતા, કંઈક સદા રહેશે તો ભુલાતા
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
વચ્ચે વચ્ચે, રાહ ભલે રહેશે તું બદલતો
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
ખાડા ને ટેકરા રહેશે વચ્ચે તો આવતા
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
સાથી તો તારા રહેશે સદા બદલાતા
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
વચ્ચે ભલે તું થાકીશ, સફર તારી રહેશે તો ચાલુ
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
અનંતમાં ભળતાં, સફરનો અંત તો આવશે
સફર તારી તો ચાલુ ને ચાલુ જ રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)