Hymn No. 637 | Date: 03-Dec-1986
|
|
Text Size |
 |
 |
કર્યા હશે કર્મો કેવાં મેં તો માડી, એ તો ના સમજાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય યત્નો મારા માડી, સદા અધૂરાં ને અધૂરાં રહી જાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય મનમાં જાગે ખૂબ આશા, આળસ એને તો ગળી જાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય આવ્યો હું તો જગમાં માડી, કર્મોનું પોટલું લઈને જ્યાં, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય પુણ્યનું પોટલું વધતું નથી, પાપનું પોટલું તો વધતું જાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય મનડું તો ના રહે સ્થિર, એ તો ફરતું રહે સદાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય નિત્ય શુભ સંકલ્પ કરતો, પળમાં એ તો તૂટતા જાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય નિરાશા તો રહી છે હૈયે વળગી, ધીરજ તો ખૂટતી જાય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર તો ઠેલાય દિન ને રાત વાટ હું જોતો રહેતો, અંત ન આવે એનો ક્યાંય, દર્શન તારા તો માડી, એ તો દૂર ના દૂર ઠેલાય ન માગ્યું પણ તું તો દેતી, આજે માગું છું તારી પાસ, કૃપા કરી મુજ પર માડી, દર્શન દેજે તું આજ ને આજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|