આડું અવળું જોતો ના, સીધેસીધો તું ચાલ્યો જા
લક્ષ્ય તારું ચૂક્તો ના, ધીરજથી આગળ વધતો જા
વૃત્તિ તારી છે તો ફરતી, કાબૂમાં એને રાખતો જા
પગલાં માંડયા છે જ્યાં તે તો, ડગલાં આગળ ભરતો જા
લાલચે તું લપટાતો ના, દૃષ્ટિ સ્થિર તું રાખતો જા
ચાલતા પડશે તું જ્યાં, થઈ ઊભો ફરી ચાલતો જા
મંઝિલ તો સ્પષ્ટ છે તારી, મંઝિલ પર તું પહોંચતો જા
કારણને દૂર તો કરતો જા, આળસ કદી તું કરતો ના
દિનરાત પ્રભુને તો રટતો જા, રટતાં રટતાં કાર્યો કરતો જા
ચિંતા કદી કરતો ના, ચિંતા પ્રભુને તો સોંપતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)