Hymn No. 645 | Date: 08-Dec-1986
|
|
Text Size |
 |
 |
ક્યારે સુખમાં, ક્યારે દુઃખમાં ડુબાડે, તું તો મુજને માત, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય પાપી આ બાળના હૈયે, પુણ્યના વિચાર ક્યારે જાગી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય દાનવ, માનવ સહુ આ સંસારમાં, તુજને તો લાગે પાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય કદી માયાના બંધને બાંધે, બંધન ક્યારે ઢીલા કરતી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય કદી લાગે તું તો પાસે, કદી તો દૂરની દૂર વરતાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય કદી પ્રેમથી ભરેલી, કદી ક્રોધથી આંખ લાલ તો દેખાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય કદી તું આવે પાસે, કદી ક્યાંની ક્યાં તો ચાલી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય કદી દેખાય ના તું તોયે સાંભળે, વ્હારે તું તો દોડી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય જનમોજનમનો નાતો તારો, કદી અજાણી લાગી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય શ્વાસે, શ્વાસે, શ્વાસ મારા, શ્વાસ તું તો ભરતી જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય ક્યારે તું હૈયે ભડકાવે આગ, ક્યારે તું તો ઠંડી બની જાય, રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય જગ તો છે નાશવંત તારું, તોયે શાશ્વત તું તો એમાં સમાય રમત તારી તો આ માડી, મુજને કદી તો ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|