દ્વારે આવી, હૈયું તારી પાસે તો ખાલી કરીએ
કૃપા ઉતરે તારી એવી માડી, હલકા ફૂલ બનીયે
સદા તારી પાસે આવી માડી, દુઃખ અમે તો રડીએ
હસતા, હસતા તારે દ્વારેથી માડી, વિદાય અમે થઈએ
ગૂંચવાયે જ્યારે જીવન અમારું, તારી પાસે રજૂ કરીએ
ક્ષણમાત્રમાં તો ગૂંચ ઉકેલે, ગૂંચવણથી મુક્ત થઈએ
અવગુણોથી છે હૈયું ભરેલું, અવગુણમાં તો રમીએ
ક્ષણમાત્રની દૃષ્ટિ પડતાં તારી, હૈયું ગુણોથી ભરીએ
દ્વારે આવી તારે માડી, દર્શન તારાં તો કરીએ
ભાથું જીવનતણું, હૈયે અમે તો ખૂબ ભરીયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)