દૃષ્ટિમાંથી મારી માડી, હટયું નથી હજી મારું મારું
દૃષ્ટિમાં તો તારી માડી, રહ્યું છે સારું વિશ્વ સમાયું
દૃષ્ટિને તારી માડી, કયા શબ્દોમાં હું તો વખાણું
દૃષ્ટિને તુજ દૃષ્ટિમાં ભળતાં, મુજને તુજમાં તો નિહાળું
દૃષ્ટિમાં તારી, મુજ દૃષ્ટિ મળતાં, જગનું દુઃખ વિસરાયું
દૃષ્ટિ તારી મુજ પર પડતાં, હૈયું આનંદે બહુ ઊભરાયું
દૃષ્ટિમાં તો તારી વરસે કરુણા, કરુણામાં હું તો નહાવું
દૃષ્ટિમાં તો તારી માડી, સકળ જગનો સાર હું તો ભાળું
દૃષ્ટિ તારી મળી જેને, તેણે કથીરમાંથી સોનું બનાવ્યું
દૃષ્ટિ તારી હટાવજે ના મુજ પરથી, હું અરજ આ તો કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)