આવો આવો `મા’ ના મંદિરિયે આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
નવ નોરતાની રાત તો આવી છે આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
નાના ને મોટા, સહુ ભેગાં મળી આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
`મા’ ના ગરબા ગાવામાં બનજો ગુલતાન
ગજવી દો ગરબાથી આજે આકાશ
ગરબા ગાતાં ગાતાં ભૂલજો સંસારનું ભાન
ગજવી દો ગરબાથી આજે આકાશ
ગરબે ઘૂમજો ઉમંગથી તમે તો આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
`મા’ ના પ્રેમનું તો નિત્ય કરજો પાન
ગજવી દો ગરબાથી આજે આકાશ
હસતા ને ખેલતાં ગરબે ઘૂમજો આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
આનંદની મૂડી ભેગી કરી લેજો આજ
ગજવી દો ગરબાથી આજે આકાશ
સદા લાગશે એ તો જીવનમાં કામ
ગજવી દો ગરબાથી આજે આકાશ
ખોલી દેજો તમે આજે હૈયાના દ્વાર
ગજવી દો ગરબાથી આજે આકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)