રે માડી તારા હેતના હિંડોળે, માડી મને આજે તું ઝુલાવજે
હૈયે ચડી છે માડી ચિંતાની સવારી, આજ એને રે તું હટાવજે
જોયા કારણો ચિંતાના ભાગ્યને ભૂલોમાં, માડી એને હવે તું દૂર કરાવજે
તારા પ્રેમના વાયરામાં રે માડી, મને સુખની નીંદર તું અપાવજે
તારી શક્તિના સાથમાં, તારા પ્રેમના પાસમાં મને તું રાખજે
દુઃખના રે ગાણા, જીવનના દર્દના ગાણા, માડી બધા મને તું ભુલાવજે
હઈશ જ્યાં પાસે તારી રે માડી, બીજું નીકટ ના આવવા દેજે
તારા પ્રેમના ઝૂલે, ઝૂલી ઝૂલી માડી, આનંદમાં મને તું ડુબાડજે
તું છે માડી મારી, છું હું બાળ તારો, ભાન મારું ના આ ભુલાવજે
તારા હિંચકાના કિચૂડ કિચૂડ તાનમાં, ભાન બધું મારું તું ભુલાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)