Hymn No. 663 | Date: 28-Dec-1986
|
|
Text Size |
 |
 |
જગ સારાના કર્મોને માડી, એના ત્રાજવે તોલશે, રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે લાખ છુપાવશો એને, તોયે એના ત્રાજવે એ જોખશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે જાણેઅજાણ્યે કર્મો થાયે, એ પણ એ તો તોલશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે પાપ પુણ્યનો હિસાબ તારો, બરોબર એ તો જોખશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે શ્વાસે શ્વાસના તોલ પણ તારા, એના ત્રાજવે તોલશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે તુજથી છુપાયેલી કામનાઓનો તોલ એ તો તોલશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે અગણિત જીવોના તોલ થાયે, ફરક એમાં તો નવ પડશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે પળેપળનો હિસાબ તારો, સદા એ તો જોખશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે કર્મોની ઝંઝટ સર્વે છોડી, તોલ તો એને સોંપજે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે અંતરની પ્રાર્થના સાચી તારી, હાથ એના તો રોકશે રજમાત્રની ભૂલ નવ થાયે, બરોબર એ તો જોખશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|