શ્વાસે-શ્વાસે તારા લેવાશે જ્યાં પ્રભુના નામ
ખુલ્લા થાશે તો તારા, મુક્તિના દ્વાર
ક્ષણે-ક્ષણે કરશે તું જ્યાં પ્રેમના પાન
ખુલ્લા થાશે તો તારા મુક્તિના દ્વાર
રાહે-રાહે પકડીશ જ્યાં તું ભક્તિની વાટ
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
ફેંકી દે, ફેંકી દે તું લોભ-મોહના ભાર
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
ભરજે-ભરજે તું હૈયામાં શ્રદ્ધાના શ્વાસ
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
પગ તો પાડજે તારા પુણ્યની વાટ
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
ફેંકજે-ફેંકજે તું હૈયેથી વેરના વહાલ
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
છોડજે-છોડજે તું કામ-ક્રોધના સાથ
ખુલ્લા થાશે તો તારા ભક્તિના દ્વાર
લેજે સદા તું ધીરજનો સાથ
ખુલ્લા થાશે તો તારા મુક્તિના દ્વાર
છોડજે-છોડજે તું હૈયેથી ચિંતા તમામ
ખુલ્લા થાશે તો તારા મુક્તિના દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)