Hymn No. 668 | Date: 03-Jan-1987
|
|
Text Size |
 |
 |
કર્તા તું તો, જો તારી સૃષ્ટિને જરા, તારો માનવી આજ તો તુજને વેંચી રહ્યો રચી સૃષ્ટિ સુંદર, કેમ તું સૂઈ ગયો, તારો માનવી આજ તો તુજને વેંચી રહ્યો દીધાં પવન, પ્રકાશ, પાણી મફત, આજ તારો માનવી, કબજો એનો જમાવી ગયો વંચિત રાખીને તારા બાળને, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો પૂજતાં પૂજતાં તને, ખુદ ખુદને એ પુજાવી રહ્યો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો કરુણાને મારી ઠોકર, અંદરોઅંદર ઝઘડી રહ્યો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો કાળાં ધોળાં કરી, આજ તને એ બનાવી રહ્યો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો થાકી પાકી એ તો મંદિરે પહોંચી ગયો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો સીધો ના રહેતા, મંદિરને હાટ બનાવી રહ્યો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો ધરાવી પ્રસાદ, પ્રસાદને પણ એ વેંચી રહ્યો, તારો માનવી આજ તો તને વેંચી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|