કારણ વિના ના કાંઈ કરે તું રે પ્રભુ, કારણ એનું તો સમજાવજે
થઈ હોય ભૂલ જો જીવનમાં, અજ્ઞાનતામાં, જ્ઞાન એનું તો તું આપજે
રહ્યાં દૂરને દૂર, તણાતા જે કારણોથી, દૂર હવે મને એનાથી તું રાખજે
તારા પ્રેમની ઝંખના છે મારા રે હૈયે, હૈયાંને પ્યાસું ને પ્યાસું ના રાખજે
કરીએ જીવનમાં જ્યાં જ્યાં ખોટું, ત્યાં ત્યાં અમને રે તું અટકાવજે
તારા વિરહના ભાવો હૈયે મારા ભલે ઉપજાવજે, ચિંતાના ભાવો ના જગાડજે
છે તું તો મંઝિલ અમારી, પહોંચવા એને મોડું ના એમાં કરાવજે
તારામય અમને તું બનાવજે, સુખદુઃખના દ્વારો ના ઊભા કરાવજે
ઋણને ઋણ તો રહ્યાં છે તારા ચડતા, કરવા એને અદા શક્તિ તું આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)