કરવા છે શું મહેલ કે મહેલાતો ભારી
સુખશાંતિ હરે છે જીવનની સારી
મંગળમૂર્તિ છે જગજનની માડી મારી
છે નયનોમાં ભરી અમૃતની પ્યાલી
કરવા છે શું બાગ, બગીચા કે વાડી
લાગે મને તો `મા’ ની મૂર્તિ વહાલી
બેસી પાસે એની ભૂલું હું તો દુનિયા સારી
છે નયનોમાં ભરી કરુણા તો ભારી
સોંપી છે ચરણોમાં એનાં ચિંતા તો સારી
હસતી હસતી નિહાળે તો માડી મારી
દે છે દાન દયાના સદા એ તો ભારી
લાગે મને તો મૂર્તિ `મા’ ની વહાલી
રહે છે ભર્યું વહાલથી હૈયું એનું ભારી
હરે દુઃખદર્દ, છે એ તો કૃપાળી
ભજવી છે હવે એને તો જિંદગી મારી
સુખશાંતિ સદા છે એ તો દેનારી
કર્મોને મારા તુજમાં હવે દેજે તો સમાવી
લાગે છે મને મૂર્તિ તો `મા’ ની વહાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)