એકલો આવ્યો જગમાં, તું જગમાંથી જાશે એકલો
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું રાખે
સાથ ના દીધો અન્યને, અન્યનો સાથ કેમ માંગે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું રાખે
ખોટા એવા કંઈક ભાવો અન્ય માટે તું બાંધે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું રાખે
અન્યના કાજે ઘસાતાં અચકાયે, લેવા કેમ દોડયો જાયે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું રાખે
સાથ દેવા ટાણે, દોષ અન્યના નજરમાં રાખે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું રાખે
દોષ તો હૈયે છુપાવી, તારા ગુણના ગુણગાન ગાયે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું તો રાખે
સાથ અન્યને દેવા ટાણે, બહુ બહુ બહાનાં જ્યાં કાઢે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું તો રાખે
ચાલ્યો નથી પ્રભુની રાહે, પ્રભુ તારી રાહે કેમ ચાલે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું તો રાખે
ડર મૃત્યુનો આવતા નજદીક, યાદ બધું તો આવે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું તો રાખે
દયા નથી વરસાવી હૈયે, પ્રભુની દયા કેમ માગે
અન્યના સાથની હૈયે, અપેક્ષા કેમ તું તો રાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)